આજે જે ફિલ્મ જોઈ તેણે ખરેખર મજા કરાવી દીધી.. પ્રવિણ તાંબે, એ ક્રિકેટ ના ચાહકો માટે કોઈ અજાણ્યું નામ નથી.
IPL થી આખા દેશ માં અને ઇન્ટરનેશનલી પણ વિખ્યાત થયેલું આ નામ કૈક એમજ નથી બન્યું. તેની પાછળ ની સંઘર્ષકથા જાણવી દરેકે જરૂરી છે. કારણ કે હાર ના માનવું એ સંદેશ તેમની આ સંઘર્ષ કથા નો એક મોટો પહેલું છે.. અને એથી પણ વધારે તેમનું જુનુન, આજકાલ દરેક વ્યક્તિ જે passion શબ્દ નો વારંવાર ઉપયોગ કરતાં હોય છે.. તેનું જીવતું જાગતું ઉદાહરણ પ્રવિણ તામ્બે છે.
મને આ ફિલ્મ બહુ ગમી. પ્રવિણ તાંબે નું નામ મેં પણ IPL માં જ સાંભળેલું. ઈન ફેક્ટ હું રેડિયો પર IPL ની તેમની મેચ નો સ્કોર જણાવતા ઘણી વાર તેમના નામ નો ઉલ્લેખ કરી ચુક્યો છું કે ‘આટલી મોટી ઉંમર માં તેમને ડેબ્યુ કરવા મળ્યું તે બહુ મોટી વાત છે’ પણ આજે આ ફિલ્મ જોઈ ને તે વાત ‘આટલી’ મોટી હશે તેનો મને કદાચ તે સમયે ખ્યાલ નહોતો. હા તેમની બોલિંગ વખતે એલર્ટ થઇ જતો, જોકે બધા થતાં કારણ તો તમને ખબરજ છે..
આનંદ થયો આજે આ એક સારી અને પ્રેરણાત્મક ફિલ્મ જોવાનો. આવી ફિલ્મો ભારત માં વધુ બને જે પ્રેરણા આપે અને એક આશા અને જોશ જન્માવે. આ ફિલ્મ ના સર્જકો ને એક્ટર્સ અને બાકી સ્ટાફ ને ખુબ ખુબ અભિનંદન. શ્રેયસ તળપદે ને પણ અભિનંદન, જે ચોક્કસ પણે તેમણે આ ફિલ્મ ને ન્યાય આપ્યો. તેમના માટે પણ આ ફિલ્મ કરિઅર ના એક નવા ચઢાવ સમાન સાબિત થાય તેવી શુભકામનાં. આમ તો પુષ્પરાજ માં વોઇસ આપી ને તેઓ છવાઈજ ગયા છે.. આમ થોડું વધુ છવાયા.
ફેમિલી સાથે જોવા લાયક આ ફિલ્મ મારા તરફથી સ્ટ્રોંગલી રેકમેન્ડેડ.

Discover more from RJ ViSHAL
Subscribe to get the latest posts sent to your email.