ફોન તો અડધાં સફરજન વાળા નો જ, બીજો ના ખપે. જે દર વર્ષે કહે છે – બેસ્ટ ફોન એવર!

phone held by human hand camera s 3 3

નવું વર્ષ, નવો ફોન. પત્તા બદલાઈ રહ્યા છે, હવા તેજ થઈ રહી છે, અને સફરજન ફરી એકવાર આપણને કહી રહ્યું છે કે ગયા વર્ષે આપણે જે ફોન ખરીદ્યો હતો તે હવે લગભગ એક અવશેષ છે. અને આપણે, સફરજન કિંગડમની વફાદાર પ્રજા, કાન સતેજ રાખી, પાકીટ ખુલ્લા કરી, “મધ્યરાત્રિ” ના થોડા અલગ રંગમાં મૂળભૂત રીતે સમાન ફોન માટે આપણી મહેનતથી કમાયેલી રોકડ આપવા તૈયાર છીએ.

લોન્ચ ઇવેન્ટ, હંમેશની જેમ, માર્કેટિંગ જાદુમાં એક માસ્ટરક્લાસ હતી. આ વખતે, તેઓએ તેને “અદ્ભુત” નામ આપ્યું, જેને અગ્રેજીમાં  jaw dropping જોડે પ્રાશ બેસે તેવું નામ આપ્યું. જે એક્ચુલી માં જો ડ્રોપિંગ એટલે જડબા તોડ જ હતું.

આ નવા ફોનની કિંમતની વાત કરું. જુઓ! ખિસ્સામાં પડેલા લાખ રૂપિયા કાઢી ને જે જગ્યા થાય તેમા નવો ફોન ગોઠવાઈ જાય તે રીતે તેનું પ્રાઈસિંગ કરાતું હોય તેમ જણાય છે. અને દર વર્ષ ના લોન્ચ ની સ્ક્રિપ્ટ લખાય તો એક વાક્ય બદલાયા વગર એજ રહે છે કે – કે આ નવો ફોન “અત્યાર સુધીનો સૌથી ઝડપી, શ્રેષ્ઠ ફોન છે” કેવી રીતે છે. કેટલો ફાસ્ટ છે? ૨૦૦ કિમી/કલાક?!! “અમારી નવી ચિપમાં 50% ઝડપી ન્યુરલ એન્જિન અને 30% વધુ કાર્યક્ષમ GPU છે!” તેનો અર્થ શું છે? શું તે મને મારી કારની ચાવીઓ શોધવામાં મદદ કરે છે? શું તે આખરે મારી સાસુના મજાકને રમુજી બનાવે છે? ના. તેનો અર્થ એ છે કે હું 0.2 સેકન્ડ ઝડપથી ઇન્સ્ટાગ્રામ ખોલી શકું છું. અને તે માટે, હું ખુશીથી મારા આખા મહિનાનો પગાર શોરૂમ માં ચડાવીશ.

જોકે, આ વખત ના એક ફોન ની જાડાઈ (સોરી પાતળાઈ) એ હેડલાઇન સર્જી છે. “અત્યાર સુધીનો સૌથી પાતળો ફોન”. ચાલો વક્રોક્તિની પ્રશંસા કરવા માટે થોડો સમય કાઢીએ. અહીં આપણે એક પેઢી છીએ જે સામૂહિક રીતે જીમમાં જવા, પિઝાના બીજા ટુકડાને ના કહેવા અને આખરે કોલેજ કાળનાં પેલા જીન્સમાં ફિટ થવા માટે સંઘર્ષ કરી રહી છે. આપણે પાતળા થવાની શોધમાં છીએ, અને આપણા ફોન! આપણા ફોન તે પ્રાપ્ત કરી રહ્યા છે જે આપણે કરી શકતા નથી. ટુ લુઝ ફ્યૂ ઇંચિસ! 

અપેક્ષા ફક્ત ફોન વિશે જ નથી, પરંતુ લોન્ચિંગ ઈવેન્ટ વિશે પણ હોય છે. લાઇવ સ્ટ્રીમ્સ, ટેક સમીક્ષકો તેમના અતિશય નાટકીય અનબોક્સિંગ વિડિઓઝ આ બધું અત્યારે યુટ્યુબ ના અલ્ગોરિધમ માં આપણને પછાડીને બતાવાઈ રહ્યું છે. આપણને આપણા પોતાના પગારની પરવા નથી, પરંતુ નવા ફોનના ડાઈમેન્શનની પરવા જરૂર છે. આપણે તેની જાડાઈના ચોક્કસ મીલી ને નેનોમીટર, તેની ઊંચાઈના ચોક્કસ સેન્ટીમીટર અને તેમાં આવતા “ટાઇટેનિયમ ને એલ્યુમિનિયમ” ના ચોક્કસ શેડને જાણીશું. આપણે આપણા સ્વાસ્થ્ય, આપણા શોખ, અથવા ક્યારેક, આપણા ભાડા કરતાં પણ ફોન પર વધુ ખર્ચ કરવા તૈયાર છીએ જે ખરેખર વિચારવા જેવું તો ખરું. આ તો કટાક્ષ સાથે વ્યાવહારિક વાત પણ મેં મૂકી દીધી.

બાકી બનાવવા માં એક વર્ષ લીધું છે, તો ફોન જોરદાર હશે જ. પણ આ ફોનવાળા જ નવા ફોન લોન્ચ કરે ને જૂના ને સ્લો કરે એવું સાંભળ્યું છે માર્કેટ માં, કેટલું સાચું ખબર નહીં પણ આ નવી ઓપરેટિંગ સિસ્ટમ ને ટેસ્ટ-રિટેસ્ટ-અને-સેટ થવા દેજો, કારણ કે તે ફોન ને પત્ની ની ખોપડી કરતાંય વધુ ગરમ કરે છે તેવું પણ સાંભળ્યું છે. બાકી નવાજૂની તો તમે કહેજો એ જ સફરજન ના ફોન પર ઇન્સ્ટાગ્રામ ખોલી ને rjvishal સર્ચ કરી DM કરજો કે મારા લેખ કેવા લાગે છે. મળિયે આવતા અંક માં નવા લેખ સાથે.


Discover more from RJ ViSHAL

Subscribe to get the latest posts sent to your email.

Related Posts

Leave a Reply

Discover more from RJ ViSHAL

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading