માઉન્ટ આબુ નું નખ્ખી તળાવ : સુંદરતા અને શાંતિ
સમુદ્ર કિનારે જેમ ઘૂઘવતો સાગર આપણી જોડે વાત કરતો હોય તેમ લાગે તેવી જ રીતે પહાડો પર શાંતિ નો એક અલગ જ અહેસાસ થાય છે.
તેમાંય પહાડી પર પાણી, તેની સુંદર છે આ કહાણી. જેનું નામ છે નખ્ખી .
પહાડ આમ તો દ્રઢતા ની નિશાની છે. અને જો કોઈ એને પૂછે કે તારામાં કેટલું પાણી છે.. તો નક્કી ની નક્કી વિઝિટ લેવી.
હરિયાળો પહાડ અને સાથે શાંત પાણી. જેની શાંતિ નો અહેસાસ નાવ માં બેસી એકદમ વચ્ચે જઈ ને સંપૂર્ણ થાય. બસ એવીજ શાંતિ રોજ ના જીવન માં આવી જાય તો બીજું શું જોઈએ.
આ પહાડ ને જોઈ ને ‘મઝા આવી ગઈ’ તેવું ચોક્કસ થી મન બોલે. અને મન બોલે તો માનવ ડોલે..
આ ક્લિપ માં આજ સુંદરતા અને શાંતિ બંને એકી સાથે..
– વિશાલ ધ ખુશહાલ
Be First to Comment