નાનકડી ડીશ માં દહીં નો દરિયો
સાકર ની મીઠાશ થી ઠરીઠામ કરીયો
વડા ની વસ્તી/હસ્તી ની મસ્તી થી ભરીયો
ચટણી ચટાકા થી સુશોભિત છે કરીયો..

દહીંવડા ના નામ થી મોં માં પાણી ના આવે તો એ સ્વાદ નો શોખીન શેનો.! એક્ચુલી, દહીં ને સ્વીટ કરી ને બનાવાતી જે પણ વાનગી છે એના નામ માત્ર થી દિલો દિમાગ માં ખટમીઠી મસ્તી છવાઈ જાય છે..
તમને થશે કે વિશાલ તો દહીંવડા ખાઈ ને કવિ થઇ ગયો.. પણ આ તો કાંઈ નથી. સ્વાદ ના શોખીનો તો મહાકાવ્યો લખી શકે, મુજ નાનકડા અમેચ્યોર કવિ ની શું વિસાત..
આ ફોટા જોઈ મુખ માં આવતી લાળ ની રેલી ને રોકી લેજો પણ દિલ થી નીકળતો વિચાર અહીં ઠાલવી દેજો. જેમ ફોટા માં દહીંવડા નું ભાણું છે તેમ નીચે કોમેન્ટ નું ખાનું છે. હા હા હા .. ચાલો વધુ પ્રાસ નો ત્રાસ બીજા કોઈ બ્લોગ માં.. અત્યાર માટે ફુલસ્ટોપ.
વિશાલ ધ ખુશહાલ.

Be First to Comment